"હું હોઈશ"
જેમ આત્મા રહે શરીર સંગે;
લાલ, હું હોઈશ તારી સંગે
જેમ સુગંધ રહે પુષ્પ સંગે;
બાળ, હું હોઈશ તારી સંગે
જેમ વહેણ રહે નદી સંગે;
પુત્ર, હું હોઈશ તારી સંગે
જેમ પક્ષી રહે આકાશ સંગે;
કાન, હું હોઈશ તારી સંગે
જેમ સૂર રહે તાલ સંગે;
વત્સ, હું હોઈશ તારી સંગે
જેમ નિર્દોષતા રહે બાળ સંગે;
સુત, હું હોઈશ તારી સંગે
લાગુ કદાચ મૃગજળ તને;
પણ હું હોઈશ,હંમેશ તારી સંગે.
-BhAkTi SoNi
❤️