Gujarati Quote in Poem by Bhakti Soni

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"કાગળ"

પહોંચી ના શકાય ત્યારે,
રાહ જોવાય એ કાગળની.

સવારે સૂર્ય તાપ આવતા,
રાહ જોવાય એ કાગળની.

થકી કોઈના ખબર ન આવે,
રાહ જોવાય એ કાગળની.

સવારે હોય નવું છાપું ત્યારે,
રાતે પસ્તી બને એ કાગળની.

જશે ખત કદી આ લાલનો,
રાહ જોવે મા આ કાગળની.

કેમ હશે, શું કરતી હશે મા,
વાટ જોઉં હું એ કાગળની.

લખાઈ રહ્યું કોરું પત્તું કોઈ,
રાહ જોવે પ્રેમી એ કાગળની.

પત્ર પૂગાડે અવાજ પોતીકો,
મોટી વિશેષતા છે એ કાગળની.

ન મળે મન ભાવ રૂબરૂમાં ત્યારે,
સચવાય લાગણી એ કાગળની.

ભાવ વિહોણું બને મન જ્યારે,
વહેતી બને નાવડી એ કાગળની.

- આચાર્ય જિજ્ઞાસુ ચૌહાણ

#fevouritepoem

Gujarati Poem by Bhakti Soni : 111698171
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now