સ્મશાન માં..
કેટલી ચિતાઓ બળી રહી
જોને આ સ્મશાન માં...
લાશ પછી લાશ આવી રહી
જોને આ સ્મશાન માં...
શું આ મહામારી નો કોઈ
અંત હવે આવશે ખરો..?
હૃદય ધ્રુજી ગયુ મારું
જો ને આ સ્મશાન માં..
ઉભરાય છે દવાખાના
અને બધી હોસ્પિટલ હવે
જગ્યા ક્યાં મળશે..?
જોને આ સ્મશાન માં...
લાશ બાળવા ને અહીં
ઝઘડી રહ્યા છે ડાઘૂઓ
લાશો ની પણ લાઈન છે
જોને આ સ્મશાન માં...
જોઈ ને આ દ્રશ્ય "બકુલ"
કાળજુ કંપી ગયુ..
ચિતાઓ બળતી રહી
જોને આ સ્મશાન માં...
-બકુલ ની કલમે...✍️
ગઝલ
25-04-2021
16.13