કેશવ મૂળ પ્રકાશની વાણી....
.............................................
નામ હે નિર્વાણ જગતમેં
નામ હે નિર્વાણ.
નામ બીના હુનર સબ જૂઠા.
ભલે કરે ચંદ્ર લોકમે મકાન.
જીસને નામ નકકી કીયા.
સોહી હે સંત સુજાણ.
કેશવ કહે નામ રૂદયામાં રાખો.
સોઈ હે સાચો ભગવાન
................................................
વસ્તુ બોલે વસ્તુ બોલાવે.
નામ રૂપ ગુણ વિસ્તારા.
વ્યાપક વસ્તુમાં આવે નહી.
તાસે સતગુરૂ બાવન બારા.
વસ્તુ બોલે વસ્તુ બોલાવે.
વસ્તુ વસ્તુના કરો નિસ્તારા.
નામ રૂપ ગુણ વસ્તુ વિચારો.
સતગુરુ નામ સરદારા.
...............................................