*એક નિરંજન નામ જ સાથે મન બાંધ્યો હે મારો રે ગુરૂ પ્રતાપ સાધ કી સંગત આયો ભવનો આરો રે*
*ઘટ પ્રકાશ ગુરૂ ગમ લાધી ચોરાશી નો છેડો રે જે દેવને દુર દેખતાં નજરે લાગ્યો નેડો રે*
*એક નિરંજન નામ જ સાથે...*
*અનંત કરોડ આ અવનીમાં આતમ્ જુગતી કરી જાણો રે ભ્રાંતિ ભ્રમણા ભવની ભાંગી શિવે જીવ સમાયો રે*
*એક નિરંજન નામ જ સાથે...*
*જળ ઝાંઝવા માં કોઈ ના ભૂલો જુઠો જગત સંસારો રે #ભાણ કહે ભગવંત ભજી લ્યો જેનો સકળ ભુવન પસારો રે*
*એક નિરંજન નામ જ સાથે મન બાંધ્યો હે મારો રે ગુરૂ પ્રતાપ સાધ કી સંગત આયો ભવનો આરો રે*
#ૐતૂહી