જોયું તપાસી મૈ તનમાં..
.....................................................
જોયું તપાસી મૈ તનમાં.
કરતા કારણ કહેવાય છે.
કારણ ક્રિયા બાદ કરતા.
મનોહર શેષ રહી જાય છે.
જ્યાંથી વિચાર ઉદભવ્યો.
તેમાં બધું સમાય છે.
હું મારાનું માળખું રચ્યું.
એજ મોટો અહં ભાવ છે.
મન બુદ્ધિથી શોધતા.
માનવ તેમાજ અથળાય છે.
મન બુદ્ધિ પર તું પોતે.
ગુરુ ગમે ગમ પાઈ છે.
હું મારા ના ભેદ છે ઊંડા.
ત્યાં તો બુદ્ધિ અકળાય છે.
મોટા જ્ઞાની જજ થઈ બેઠા.
કાયદે કલમ રોકાઈ છે.
ગુરુ સરકારે કાયદો રચીયો.
ઈ કાયદો કયા સમજાઈ જાય છે.
લાખો કરોડોમાં કોકજ વિરલા.
જેની વૃત્તિ વચનમાં સમાય છે.
અનેક દાખલા આપશે સંતોના.
તેના વર્તનમાં કયાં વર્તાય છે.
મનોર કહે ગુરુ ચરણે જતા.
પ્રભુ મને આટલું સમજાય છે.