*(દેવાયત પંડિત આખ્યાન)*
*(ભજન)*
[ 16 ]
*અભય મંત્ર ગુરુ દેવાયતે આપ્યા રે*
*જ્ઞાનના પ્યાલા અમને પાયા ગુરુદેવા રે...* ટેક
*શબ્દના રણકારા રોમ રોમ વ્યાપ્યા રે*
*વિસરી ગઈ કાયા અને માયા ગુરુ દેવા રે...* અભય
*અંગે ઉજળાં નેં કાળજડા કાળા રે.*
*થઈ.તી એવાની હું સંગી ગુરુદેવા રે...* અભય
*કામળી ની લાલચે રીંછડુ ભેંટયુ રે.*
*ભાવરી હતી રે કુસંગી ગુરુ દેવા રે...* અભય
*અભય મંત્ર ગુરુ દેવાયતે આપ્યા રે.*
*અમૃત ના પ્યાલા અમને પાયા*
*જીયો રે ગુરુ દેવા રે ગુરુ દેવા રે ગુરુ દેવા રે દેવા રે...* અભય
*( બી રાઠોડ)*
સર્વે ગત ગંગા ને મારા જાજાથી જુહાર🙏🏻
જય અલખ ધણી 🏳️