ભજન કર તું ભજન કર તું,
ભજનથી ભવપાર છે,
ભજન માટે પામીયો તું,
મનુષ્યનો અવતાર છે - ટેક
શ્વાસનો વિશ્વાસ કરમાં,
ફરે શીર પર કાળ છે,
પ્રભુ પદને પામવું તે,
ખેલ ખાંડાની ધાર છે - ભજન કર
સંબંધી સંસારે સરવે,
સ્વારથ કેરો પ્યાર છે,
કર્મ બંધન કરો શાને,
જગત જમની જાળ છે - ભજન કર
પામરા પરિવાર જનોનો,
લીધો શીર પર ભાર છે,
કર્મ બાંધી પ્રભુ ભજવા,
કર્યો તે જ કરાર છે - ભજન કર
ધર્મ અર્થ ને કામ મોક્ષ,
પુરુષાર્થ બે ચાર છે,
દાસ ગરીબ એ ચારમાં પણ,
શેષ વસ્તુ સાર છે - ભજન કર
🌸જય ગુરુ મહારાજ 🌸
સબકા મગન મંગલ હો 🌹👏🏻