કવિ દાદ : ‘કાળજા કેરો કટકો'ના સર્જક અનંતની સફરે
‘‘ કાળજા કેરો કટકો મારો ગાંઠથી છુટી ગ્યો
મમતા રૂએ જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો ’’
ગરવા ગિરનારના લોક સાહિત્યકાર દાદુદાન ગઢવીનું નિધન
જીણા મૂળનો છોડવો, જટ દઇ ઉખડી જાય,
મુળ ઉંડા વીણ જગતમાં, સત્તા ટકે ન સદાય.
"શબ્દ એક શોધો ને સરિતા નીકળે..."
"મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે..."
"આ ભુમિમાં જ દૈવત જેવું છે કશુંક
વાવો મહાભારત અને ગીતા નીકળે."
"મારા ફળિયાના વડલાની ડાળે હીચકો હીરલે હીરલે ભર્યો...."સાંભળતાં અદભુત ભાવવિશ્વ ખડું થાય છે.
ગુજરાતના સુપ્રસિદ્ધ કવિ દાદ બાપુ પદ્મશ્રી એવોર્ડ સન્માનિત
કવિ દાદ બાપુનો ટેરવા નામનો ગ્રંથ 8 ભાગમાં પ્રકાશિત
કવિ દાદને પદ્મશ્રી મળતાં ગુજરાત અને ચારણ સમાજનું ગૌરવ વધ્યું
કવિ દાદ અગાઉ ગુજરાત ગૌરવ અને ઝવેરચંદ મેઘાણી એવોર્ડથી સન્માનિત
15 જેટલી સુપ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મોમાં પણ તેમણે લખ્યા છે ગીતો
ડુંગરથી દડતી ઘાટ ઉતરતી
પડતી પડતી આખડતી.
આવે ઉછળતી, જરા ન ડરતી
હરતી ફરતી મદઝરતી
કિલકારા કરતી, ડગલાં ભરતી
જાય ગરજતી જોરાળી
હિરણ હલકાળી જોબનવાળી
નદી રૂપાળી નખરાળી
https://youtu.be/N8NZgM2sljA
સ્વર- મિત્ર શ્રી ઉમેશ બારોટ
મંચ- લોક ગાયક ગુજરાત
#ૐ_શાંતિ