' ખોટા પગલાના પરિણામો '
આજની જનરેશનમાં યુવાન છોકરા કે છોકરીઓ પોતાના અભ્યાસ ને નજર અંદાજ કરીને ભાગીને લગ્ન કરી લે છે.
પછી જો સામેવાળું પાત્ર યોગ્ય ન હોય તો આપણી જિંદગી બરબાદ થઇ જાય છે. આપણું અભ્યાસ પણ ખરાબ થાય છે અને આપણાં માતા-પિતા ખૂબ જ દુઃખી થાય છે. આપણે એટલું તો સમજવું જોઈએ કે આપણા માટે શું યોગ્ય છે અને શું યોગ્ય નથી. આવી બધી સમસ્યાઓમાં આપણને આપણો મગજ શાંત રાખવું અને વિચારવું જોઈએ કે આવા પગલાં ભરવાથી આપણે અને આપણા પરિવારને કેટલું દુઃખ થશે??પછી જ સાચો નિર્ણય લઈ શકાય.... જીવનને સારી રીતે જીવવા માટે હંમેશા એટલુ ધ્યાન રાખવું કે આપણી લાઈફમાં ગમે તેવા લોકો આવે પણ એને બરાબર ઓળખી ન લઇએ ત્યાં સુધી આપણને કોઈ જ નિર્ણય લેવો નહીં અને ખોટા પગલાં ભરવાનો વારો ન આવા દેવો. એવું જ હોય તો આપણે આપણા શિક્ષક , અધ્યાપક, માતા- પિતા, મિત્ર ની સાચી સલાહ લઇ શકાય.....એટલું જ નહીં આજે આપણે કોઈ પાત્ર પસંદ કરીએ તો પણ એ સામેવાળો પાત્ર આપણા માટે યોગ્ય છે કે નહીં એ ઓળખી લેવુ જોઈએ...
*આ વાત પર તમારા મંતવ્યો પ્રગટ કરો.