એક મનનીય અને વિચારણીય પ્રશ્ન 🙏
આપને જરા હાસ્યાસ્પદ જણાશે કે મૂર્ખામી ભર્યો લાગશે તો ક્ષમા કરશો; પણ માથાપર એક ટપલી મારી વિચાર તો જરૂર કરશો.પૃથ્વીની ઉત્પત્તી થઈ અને મનુષ્યનું આગમન થયું. કુટુંબ કબીલાની રચના થઈ. અસ્તીત્વની-મારું તારું- સારા નરસાની ભાવના જાગી. સારૂં એટલે કે સામાજીક અને લોકોપયોગી કાર્યો કરે તે દેવ અને નરસું-ખરાબ-એટલે કે સામાજીક દુર્વ્યવહાર કરે તે દાનવ. આમ દેવદાનવ અસ્તીત્વમાં આવ્યાં. પૌરાણિક કથાઓને આધારે આપણા રામ, કૃષ્ણ, ઈશ્વર, અલ્લાહ, ખુદા, પ્રભુ ઈસુ, વગેરે તરીકે પૂજાવા લાગ્યા. આ સમય હતો સામાજીક વ્યવસ્થાનો.
આર્કિમીડિસ, ન્યુટન્,ગેલેલિયો વગેરેએ વૈજ્ઞાનિક શોધો કરી લોક જાગૃતિનો પ્રયાસ કર્યો ત્યારે સમાજે-ધર્મગુરુઓએ- તેમને મૂર્ખ ગણી તિરસ્કાર્યા; જ્યારે આજે આપણે તેમના શોધ સર્જનને હર્ષે સ્વિકારી પ્રગતીના પંથે પ્રયાણ કરી રહ્યા છીએ. દેવ તરીકે પૂજાવા લાયક તેઓને આપણે તીરસ્કાર્યા; હવે આજે સમય આવ્યો છે. પુનઃવિચારણાનો, આજે ભગવાન મંદિરના બારણે પુરાયા છે, ત્યારે વિજ્ઞાન આપણી વહારે આવ્યું છે. આજે વિશ્વને 'વેક્સીનેશન તથા અન્ય દવાદારૂની જરૂ છે ત્યારે મંદિરના દ્વાર ખટખટાવાવાને બદલે 'આધુનિક વૈજ્ઞાનિક લેબોરૅટરીના દ્વાર ખટખટાઓ.' આજે આપણે વિજ્ઞાનની જરૂર છે. ભગવાનની નહિં, ભગવાન તો આપણી સહાયે સદાય હાજર જ છે.