Gujarati Quote in Blog by Maitri Barbhaiya

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ દુનિયામાં જો કોઈ આપણા માટે મહત્વની વ્યક્તિ હોય તો તે આપણે પોતે જ છીએ.દિવસ દરમિયાન એક વખત તો મનને એવો પ્રશ્ન જરૂર કરવો કે મારા માટે સૌથી વધુ કોણ મહત્વનું છે ત્યારે પ્રત્યુતર મળશે કે 'તું' પોતે. આપણે ક્યારેક આ બાબત પર વિચારીશું તો આપણને બીજાની જિંદગીમાં આપણું કેટલું અને શું યોગદાન છે તેનો ખ્યાલ આવી જશે.બાકી માતા-પિતા માટે આપણે તેમનું સર્વસ્વ છીએ કારણ કે તેમને ક્યારેય એવું કહેતા નથી સાંભળ્યા કે અમે જે કંઈ કરી રહ્યા છીએ એ અમારા માટે છે પણ તેઓ હંમેશા એવું જ કહે છે કે આ બધું તો અમે અમારા સંતાનો માટે કરીએ છીએ, તેમના ભવિષ્ય માટે કરીએ છીએ.

પોતાનું વર્તમાન અંધકારમય હોય અને તેમ છતાં સંતાનનું ભવિષ્ય ઉજળું કરે એટલે માતા-પિતા!

જેટલું આપણે આદર કરતા શીખીએ છીએ તો પછી ક્યાં તેમના સંતાનો થાપ ખાઈ છે અને તેમનો અનાદર કરી બેસે છે.

આપણે જે લોકો પાસેથી ઈચ્છીએ છીએ એ તમામ વસ્તુઓ ખુદની અંદર વાવવી પડશે તો જ આપણે બીજાને આપી શકીશું અને તેમની પાસેથી એ મેળવી શકીશું.જો આપણે પ્રેમ જોઈતો હશે તો એ ખુદમાં ઉગાડવો પડશે માટે પહેલા ખુદને પ્રેમ કરો પછી બીજાને કારણ કે જે વ્યક્તિ ખુદને પ્રેમ કરી શકે છે એ દરેક ને પ્રેમ આપી શકે છે.અહી પેલી કહેવત યાદ આવે છે: આંગણે બાવળ વાવી આંબાની આશા ન રખાય. જો ખુદની જ ભીતર ભારોભાર નફરત હશે તો આપણે બીજાને પ્રેમ ક‌ઈ રીતે આપીશું??

હા,આ જગતમાં હજી પણ એવા લોકોનું અસ્તિત્વ છે જેમને આપણા વાણી, વર્તન અને મૌનથી બહુ ફેર પડે છે.જો આપણે ચૂપ હશું તો એ આપણને બોલાવવાના લાખ પ્રયત્નો કરશે.જો આપણે ઉદાસ હશું તો હસાવવાના કે ખુશ કરવાની કોશિશ કરશે.જો આપણે રડતા હશું તો એ તેનું કારણ જાણવાની દિલચસ્પી ધરાવશે કાં તો આપણને ખભો આપશે રડવા માટે કા તો રૂમાલ આપશે અશ્રુઓ લૂછવા માટે.આવા વ્યક્તિ કાં તો આપણા માતા-પિતા હશે કાં તો પ્રેમી અને નહીં તો પછી હશે દોસ્ત-યાર!

આપણી સુંદરતા માટે કોઈના સર્ટિફિકેટની જરૂર ન હોવી જોઈએ.આપણે કેટલા સુંદર છીએ સ્વભાવથી, મનથી અને તનથી તેની ખબર આપણને હોવી જોઈએ.આપણે શું કામ તૈયાર થ‌ઈને કોઈને એવું પૂછીએ છીએ કે 'હું કેવી લાગું છું'? તો એનું બહુ સરળ કારણ એ છે કે કોઈ ચોક્કસ વ્યક્તિને પૂછેલો આ સવાલ અને તેના વળતા જવાબમાં આપણે આડકતરી રીતે સૌંદર્યના વખાણ ઝંખતા હોઈએ છીએ અને જો આ બધું ન મળે તો અરીસા આગળ ઊભા રહીને ખુદ ને જ કહી દેવાનું હોય છે કે 'યાર તું ખૂબ જ સુંદર લાગે છે આજે'! દર્પણ એ આપણા સૌંદર્યની સાબિતી છે અને એટલે જ કદાચ સ્ત્રીને અરીસા આગળ સૌથી વધારે સમય વિતાવવો ગમતો હશે.જ્યારે કોઈ પુરુષ એમ કહે કે 'યાર તમે સ્ત્રીઓ બહુ સમય લો છો તૈયાર થવામાં' ત્યારે તેવા પુરૂષોને એટલું જ કહેવાની ઈચ્છા થાય છે કે અમે સમય લ‌ઈએ છીએ ખુદને શણગારવા માટે એટલે તમને લોકોને અમારી સામું એકધારું જોઈ રહેવાની ઈચ્છા થાય છે.આપણે જો સૌંદર્ય માટે સમય ન લ‌ઈએ તો આ પુરૂષો એવા છે કે આપણી હાજરીની નોંધ સુદ્ધા ન લે.સ્ત્રીની સુંદરતા એ પુરુષની સૌથી મોટી કમજોરી હોય છે.આથી જ અંગ્રેજી લેખકે એવું લખ્યું હશે કે: A Lady Can Spend Many Hours In Front Of Mirror!

મૈત્રી બારભૈયા

Gujarati Blog by Maitri Barbhaiya : 111697481
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now