પ્રકૃતિ ની સાથે ખીલવાડ કરતા માણસ ને જોયો છે.
એ માણસ ને આજે ઓક્સિજન માટે ભટકતા જોયો છે.
સૂકા લાકડા નથી કંઈ કામના એવું કેતા માણસ ને આજે લીલા લાકડે બળતા જોયો છે.
કોઈ ના બાપથી નથી બીતો એવું બોલતા માણસ ને આજે ઘર બહાર નીકળતા પણ બીતા જોયો છે.
રસ્તા સુમસામ ને સ્મશાને ટ્રાફિક જામ જોયો છે.
ઘર માં ચાર પાંચ ગાડી વાળા ને એમ્બ્યુલન્સ ની રાહ જોતા જોયો છે.
જન્મ ની વધામણી ના પૈસા લેતા માણસ ને જોયો છે પણ અંતિમ વિધી માટે પણ પૈસા લેતા માણસ ને પહેલી વાર જોયો છે.
દર મહિને બોડી ચેક અપ કરાવતા માણસ ને આજે શેરી માં રિપોર્ટ કરાવતા જોયો છે.
પૈસા પાછળ દોડતા માણસ ને .પૈસા હોવા છતાં પણ હોસ્પિટલ ની બહાર બાટલા ચડાવતા જોયો છે.
ખાંડ ની ગુણી પર બેસી ને માણસ ને મોળી ચા પીતા જોયો છે.
માણસ ને માણસાઈ ભૂલતા ઘણી વાર જોયો છે.પણ ઇશ્વર ને ઈશ્વરપણું ભૂલતા પહેલી વાર જોયો છે.
માનું છું ભગવાન ભૂલ હશે અમારી,
પણ હવે તો તું આવ વ્હારે અમારી.
ભગવાન સૌનું કલ્યાણ કરો
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏