વાત એમ છે કે હું આજે લીલા નારિયેળ લેવા નીકળ્યો અને રસ્તાની બાજુમાં ઊભેલા તદ્દન અભણ લાગતા ફેરિયા પાસે પહોંચી ગયો. નારિયેળના ભાવ પૂછતાં જાણવા મળ્યું કે ૪૦ રૂપિયાનું એક નંગ હતું. પણ તરત એમણે મને કીધું કે સાહેબ જો તમારે ઘરમાં કોઈ બિમાર ન હોય અને માત્ર શોખ ખાતર પીતા હોવ તો અત્યારે આ નારિયેળ ન ખરીદશો, કેમકે સિવિલ અને બીજી હોસ્પિટલ માટે સેવાભાવિ સંસ્થાઓ અને યુવાનોના અલગ-અલગ જૂથોમાં નારિયેળ ખરીદીને હોસ્પિટલોમાં દર્દી સુધી પહોંચાડે છે એટલે એવા લોકોને નારિયેળ પહેલા મળે એ જરૂરી છે.
મને થયું કે આ ભાઈ તો માત્ર નારિયળ વેચીને પૈસા નથી કમાતો પણ માણસાઇ સાથે વસ્તુને વેચે છે અને સાથે સાથે ઈમાનદારી અને સંવેદના પણ વહેંચે છે. માત્ર પૈસા નથી કમાતો પણ વેચતી વખતે એના મનમાં દર્દીઓની જરૂરિયાત વિશેની પરિસ્થિતિનો ખ્યાલ છે કે કદાચ જેને જરૂર નથી એ લોકો પી જશે અને જેને જરૂર છે એને નહિ મળે તો !?!
(રેમડેસિવિર કે ટોલિસિઝુમેબની કાળાબજારી કરનાર કહેવાતા 'ભણેલાઓને' સપ્રેમ)