તારા આગમન માત્ર થી
અંગે અંગમાં ઝણઝણાટી થઇ ગઇ..!!
આંખોમાં થોડી તરવરાટ આવી ને
દોસ્તો મા બદનામી થઈ ગઈ..!!
તેં એક લટ ઉંચકીને પાછળ રાખી ત્યાં તો
શ્વાસ થોડા થંભ્યા ને જાન જતાં જતાં રહી ગઈ..!!
ખબર નહીં શું થશે મુલાકાત ટાણે
એ વિચાર માત્રથી મારી હાલત એક લાશ થઇ ગઇ..!!