રફ્તાર જોઈએ છે જીવનમાં સૂર્યનારાયણના અશ્વો જેવી,
પણ કર્મો છે ગોકળગાયની ગતિ જેવા.
જયારે આવકારે છે પ્રકૃતિ સૂર્યનારાયણની સવારીને,
ત્યારે નથી ગમતી આપવી વિદાય નિંદરની રાણીને.
ગુરૂ બનાવવા સૂર્યદેવને કરી હતી હનુમાનજીએ તપસ્યા,
ત્યારે મનુષ્યની તો શી વિસાત?
નથી મેળવવો તાલ જીવનની ગતિનો સૂર્યની ગતિ સાથે,
ને નિંદ્રાદેવીની સંગાથે સપનાઓ આવે છે આભને આંબતા.