ખોવાઈ ગઈ
શહેરની રોનક
કોરોના કાજ
ફરી આવશે
શહેરની રોનક
લોકોનો સાથ
ઝગમગશે
શહેરની રોનક
દીવડાઓથી
હોય છે બધી
શહેરની રોનક
સ્વચ્છતા થકી
હવે ન જાય
શહેરની રોનક
મૂર્ખામી થકી
સાચવો બધાં
શહેરની રોનક
ઘરમાં રહી
મળશે જોવા
શહેરની રોનક
રે'શું જીવતા
ન ગુમાવીશું
શહેરની રોનક
કોરોના થકી
રહો ઘરમાં
શહેરની રોનક
શહેરવાસી!!!
- સ્નેહલ જાની