વિશ્વાસ કોનો કરવો?
આજે આ પ્રશ્ન સૌને મૂંઝવી રહ્યો છે. આપણે કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે આગળ જતાં એ આપણને દગો આપે છે.પછી આપણું જીવન ક્યારેક ખરાબ પણ થાય છે. વિશ્વાસ એવા વ્યક્તિનો કરવો જે સાચા અર્થમાં આપણું હિત ઈચ્છતું હોય.જો એમાંથી બચવું હોય તો એક જ વિકલ્પ છે આપણી પાસે કે અજાણ્યા લોકોથી સંપર્ક ન કરવો જોઇએ અને જેના સંપર્કમાં છો એ લોકોથી ટૂંકમાં વાતચિત કરવી એટલે કે કામ પૂરતી વાત કરવી જોઈએ. આમ કરવાથી સંબંધ મજબુત થાય અને લોકો વચ્ચે જે કડવાશ હોય એ ધીમે ધીમે પુરી થઈ જાય.
-જુલી સોલંકી