*મારે આંગણીયે અજવાળું રે રુડું હૃદય સિહાસન ઢાળુ રે ગુરૂ મૂરત પ્રેમે નિહાળું રે ગુરૂ મારા આંગણીયે પધાર્યા*
*સાચી મૂર્તિ ગુરુજીની જોઈ રે આધિ વ્યાધિ ઉપાધિને ખોઈ રે જોઈ આનંદી મૂરત મોઈ રે*
*ગુરૂ મારા આંગણીયે પધાર્યા...*
*પ્રેમ પુષ્પ લઈને વધાવું રે ચરણરજ માથે હું ચડાવું રે ગુરૂ ગોવિંદ ગુણ હું ગાવું રે*
*ગુરૂ મારા આંગણીયે પધાર્યા...*
*મેં તો અંતરપટને ઉઘાડ્યું રે વેમભેદનું કાશળ કાઢું રે કામ ક્રોધનું મુળ ઉખાડ્યું રે*
*ગુરૂ મારા આંગણીયે પધાર્યા...*
*ઉચ્ચ નિચ્ચ તે કાંઈ ન જાણું રે શત્રુ મિત્રના ગુણને વખાણું રે નાતજાતનું વેદ ભંગાણું રે*
*ગુરૂ મારા આંગણીયે પધાર્યા...*
*ગુરૂ આદિ અનાદિ અનામી રે એ તો નામિને અંતર્યામી રે જોઈ જોઈ મહાસુખ પામી રે*
*ગુરૂ મારા આંગણીયે પધાર્યા...*
*મને સતગુરુ સાચા મળ્યા રે મહાઆનંદી ને મહાબળ્યા રે #દાસસત્તાર ના શામળિયા રે*
*ગુરૂ મારા આંગણીયે પધાર્યા...*
*મારે આંગણીયે અજવાળું રે રુડું હૃદય સિહાસન ઢાળુ રે ગુરૂ મૂરત પ્રેમે નિહાળું રે ગુરૂ મારા આંગણીયે પધાર્યા*