એક આશા
આશા રાખજો આ કપરો સમય પણ વિતી જશે;
કોરોના મહામારી સામેય મનુષ્ય જંગ જીતી જશે;
ફરીથી ભરાશે બઝાર ને થશે ચહલપહલ ચારેકોર,
કોઇ કરશે વાતોનાં વડાં ને કોઇ આપવીતી કરશે;
વાગશે બેન્ડ બાજા અને નાચી ઉઠશે બારાતીઓ,
દરેક પ્રસંગોમાં એજ રિવાજ, રસમ ને રિતી હશે;
ફરશે સૌ કોઈ બાગ બગીચે બનીને નીડર "વ્યોમ"
ના કોરોના મહામારી ન કોરોનાની કોઇ ભીતિ હશે;
ઉમટી પડી હાલ માનવતા દરેકના હૃદયમાં "વ્યોમ"
અફસોસ, કોરોના જતાં ફરી નિતી-અનિતી હશે;
...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)