છોડી સહજ ચાલ્યા જ જાય જુઓ,
કેવો કહર અહિયાં , જ થાય જૂઓ.
સંબંધ ના કેવા, તૂટે છે બંધ અહીં !
પડઘા જ મૌની ,ભીતરે પડઘાય જૂઓ.
સાચે કુપિત થઈ છે પ્રકૃતિ જ અહીં
દુશ્મન દારુણ કોરોના કહેવાય જૂઓ.
દાટી જ દીધા દિલ ,ખરેખર જ હવે,
દારુણ એ દર્દો પણ, ઉભરાય જૂઓ.
ખડકી જ દીધા છે, અહીં મૃતદેહ ગૃહે,
આનંદ ત્યાં હોવાપણું કરમાય જૂઓ ?
-મોહનભાઈ આનંદ