*કોન્ફિડંસ આને કહેવાય..*
*શિક્ષક : હેલો સર.. તમારો દિકરો સ્કૂલ માં પ્રથમ નંબરે પાસ થયો છે..*
*વાલી : સોરી રોન્ગ નંબર*
----------------------------------------
ધંધાની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ..
મહાબળેશ્વર માં એકો પોઇન્ટ પર જઇ ને *'પેમેન્ટ -પેમેન્ટ'* બોલીએ તો સામેથી
*દિવાળી પછી-દિવાળી પછી* ના પડઘા આવે છે.....
----------------------------------------
બહેનપણી સાથે વાતો કરવાંમાં જેનું શાક બળી જાય અને
પતિને “ ક્રિસ્પી વેજીટેબલ “ કહીને જે ખવડાવે એજ સાચી
“અન્નપૂર્ણા “.
----------------------------------------
વજન ઉતારવા માટે સાયકલ માં ફરવાની સલાહ મળી,
બે મહિનામાં કોઈ જ ફેર ન પડ્યો!
લાગેછે પાછળ બેસવાથી વજન નહીં જ ઘટે,
મારે જાતેજ ચલાવી પડશે.
----------------------------------------
એક ગામડાના કાકાએ વિમાનમાં ચા મંગાવી.
એર હોસ્ટેસ ટેબલ પર દૂધ, ગરમ પાણી, ચાની ભૂકી, ખાંડ વગેરે મૂકી ગઈ.
કાકાએ મુશ્કેલીથી ચા બનાવીને પીધી.
એર હોસ્ટેસે પૂછ્યું : કંઈ નાસ્તો કરશો ?
કાકાએ કહ્યું : ભજિયાં ખાવાં હતાં પણ આવડા ટેબલ પર તું તેલનો ડબો, કઢાઈ, પ્રાયમસ, લોટનું ખીરું, બધું કયાં મુકીશ.
----------------------------------------
*સુખી થવું હોય તો અંદર નો અવાજ સાંભળવાની ટેવ પાડો.*
*અંદરનો એટલે : રસોડામાંથી આવતો અવાજ.*
----------------------------------------
પત્નીઃ સાંજે કોની સાથે બેઠા તા...???
બહેન હતી કે *ગર્લફ્રેન્ડ* ?
પતિ નો નિર્દોષ જવાબ: *એણે હજુ કાંઈ કીધું નથી....*
----------------------------------------