તારી ને મારી વાતો આખો દિવસ ઝઘડો કરવો ..
રિસાવવું મનાવવું તો પણ સાથે ને સાથે ...
તું સમજદાર પણ હું નાદાન ..
તું સમજાવે એ બધું સમજુ ...
પણ કરું હું મારું મન કહે એ જ ...
તને હેરાન કરવું મારો શોખ ...
તારાથી દૂર મમ્મી ને ત્યાં જવું મજબુરી ...
મારુ ચાલે તો તને મારી બાહોમાં જ રાખું ...
મારાથી દૂર જવાજ નો દવ ...
તું કહે તો તને મારા પ્રેમ માં એવી રીતે ભેળવું ...
જેમ ચા માં શાકર ભળે...
તું કહે તો તને આખો દિવસ પ્રેમ કરું ...
તું કહે તો તારા નામ મારુ જીવન કરું ...
તું જ્યારે ઉદાસ હોય તો હું પણ ઉદાસ થઈ જાવ છું...
તું ખુશ તો હું પણ ખુશ ...
મારે આખી જિંદગી તારી સાથે જ રહેવું...
તારી માટે હું મને બદલવા પણ તૈયાર છું ..
તું એક વાર તો મને કહે તું આ વસ્તુ નહિ કરતી..
બીજીવાર એ વસ્તુ હું મારી લાઈફ માં ક્યારેય નહીં કરું ..
તું એક વાર તો કહે મારી જેમ હું તને પ્રેમ કરું છું એમ ...
હું આ જીવન સાથ આપવા તૈયાર છું ...
બસ આમ જ આ જીવન તારી મેં મારી વાતો ચાલતી રહે..
પૂજા ગૌરાંગ બોધરા 💖
-Pooja Boghara