ગણગોર વ્રતનો મહિમા
પ્રેમી જોડી સદા અમર રહે,
દિલના અધુરા અરમાનો પુરા થાય,
પ્રેમસંબંધને કોઈ ચોક્કસ સ્થાન મળી જાય,
પાપા ભગવાન શિવ માતા પાર્વતી જેવી
અખંડ જોડી બની જાય,
ગણગોરની પુજા એવી ફળી જાય,
ખોવાયેલા બે યુવાન હૈયા મળી જાય,
સદા આપના આશીર્વાદ મળી જાય,
દુનિયા ભલે સંબંધ જોઈ અદેખાઈ કરે,
કોઇ ચાહે છતાંય જોડી કદી ન ખંડિત થાય,
સુહાગણ સ્ત્રીઓનો અમર ચૂડી ચાંદલો રહે,
કોડીલી યુવતીઓ જેના ભાવી જીવનસાથી
તેમને નક્કી છે,અથવા તો જેમની સગાઇ
આપને સાક્ષી માની પરિવારે કરાવી છે,
તેમના સદા સુખી રાખજો દાંમ્પત્ય જીવન,
તે કદી વિખુટા ન પડે તેવી શિવ ગૌરી એવી પ્રેમની
ગાંઠ લગાડજો,તમારા જેવી અંખડ જોડી બનાવજો,
ખોવાઈ ગયેલાં યુવાન હૈયા મળી જાય,
ભવભવનો સાથ મળી જાય,ગણગોરના વ્રત એવા
ફળી જાય,લાખ પ્રયત્નો છતાંય તેઓ એકમેકથી
કદી વિખૂટા ન પડે એવા એમના મધૂર સંબંધો બનાવજો,
એવી ગણગોર તહેવાર નિમિત્તે પાપા ભગવાન શિવ
અને માતા પાર્વતીને મારી સાચાદિલથી પ્રાર્થના છે,
દિલમાં ઘણાં અરમાનો છુપાયેલા છે,
કોઈને કહી ન શકાય એ પ્રભુ અને જગતમાતા
આપ સમક્ષ રજુ કરું છું,ફૂલ નહીં તો ફૂલની પાખંડી આપની સાચા દિલથી ગણગોર પૂજા કરું છું,
મારી આ અંતરથી કરેલી પૂજા સ્વીકારજો,
ભૂલચૂક અમારી ક્ષમા કરજો,અમે તમારા સંતાનો
અમારી આ ગણગોર પૂજાને આપ ફુલડે વધાવી લેજો,
આપ સમક્ષ પોતાના અંતરમનની વાતો આપને કહું છું,
ગણગોર પૂજા આપની શુભફળદાયી રહે,એવી
અભ્યર્થના કરું છું,રાજસ્થાન પરિવારની
આ પરંપરાગત ગણગોર પૂજા શુભેચ્છાઓ પાઠવું છું
શૈમી ઓઝા "સત્યા"