પ્રથમ નવરાત્રી શૈલપુત્રી માતાનો મહિમા,
હૈ પ્યારી માતા શૈલપુત્રી, તમે નમન કરું વારંવાર,
હિમાવન રાજાએ કરી યુગોયુગો સુધી તપસ્યા,
રાજા હિમાવન અને મેનાવતીની તપસ્યાથી થઈ પ્રસન્ન
જગત કલ્યાણ માટે માતા ધર્યો,પર્વતરાજ હિમાવન
ને ત્યાં કન્યા રુપે અવતર્યા,સફેદ શણગાર તને ભાવે,
સફેદ પ્રસાદ ને સફેદ ફુલથી પળમાં રિઝાતી માં,
એ..પ્યારી શૈલપુત્રી માં....
જગત માં માતા પુજાયા પાર્વતી ઉમિયા નામ...
હૈ શૈલપુત્રી માં અમે બાળ શરણે આવ્યા
તુ તો કરૂણામયી માં,અમે ગાંડાઘેલા તો પણ તારા બાળ,
સંતાનો કુ સંતાન થાય માતા કુમાતા ન થાય,
હૈ પ્યારી શૈલપુત્રી માં અમને સંકટથી ઉગારો,
એ પ્યારી માં પાર્વતી અમે આપો શરણે સ્થાન,
હૈ પ્યારી શૈલપુત્રી માં તમારા ચમત્કાર છે,ઘણા
માતાના કયા શબ્દોમાં કરું માં ના વખાણ
માતા શરણે તમારી રાખો ઓ પ્યારી શૈલપુત્રી માં,
બાળ અવસ્થામાં માં યે હણ્યા તાડકાસુરના દુત,
જેની ઉપર માં ના હોય આશિષ એનું કંઈ ન
વાળ ન વાકો કરે યમદૂત,હૈ પ્યારી શૈલપુત્રી માં
તમે કોરોના નામક અસુર હણી અમને આપો અભયદાન
નવરાત્રીના પરમપાવન દિવસે માતાનો થાતો જયજયકાર,
અમે તમારા બાળ ઘેલુડા તમારા મમતાભર્યા આંચલમાં
અમને આપો સ્થાન,હૈ શૈલપુત્રી માં એ પ્યારી માં
તમે કરૂ નમન વારંવાર
શૈમી ઓઝા "સત્યા"