નવરાત્રીના બીજા દિવસે માં બ્રહ્મચારીણી માતાનો મહિમા,
હૈ માં બ્રહ્મ ચારિણી માત ભવાની,
તમે છો પ્યારા માં પાર્વતીની અલૌકિક શક્તિ,
જમણા હાથમાં કમંડળ શોભે ડાબા હાથમાં માળા શોભે,
હૈ પરમેશ્વરી માત ભવાની,તમે છો જગતમાં જ્ઞાની,
અમે રહ્યા તમારા અજ્ઞાની બાળક તમે છો આખાય જગતના ગુરુ મમતાભર્યો હાથ અમારી ઉપર રાખો
એ પ્યારી દુલારી ભવાની તમે છો પરમકૃપાળુ
જે કોઈ મુડ બુદ્ધિ શરણ તમારી આવે,આપની કૃપાથી
જગતમાં યશ,કિર્તી,ઐશ્વર્ય પામે,ગળે રુદ્રાક્ષને સફેદ
વસ્ત્રોથી શોભાયમાન છો તમે,જપ તપસ્યા તમને ભાવે,
આખાય વિશ્વ માં પરિભ્રમણ કરતાં, જ્ઞાનનો ઉપદેશ ફેલાવતા,નવરાત્રીનો બીજો દિવસ તમને વ્હાલો,
જો કોઈ ભક્ત આપનું ધ્યાન જો ધરે,
અષ્ટસિદ્ધી,નવનિધી,દશમહાવિદ્યા પામતાં,
સંયમ,જપ,તપ,સદાચાર મનુષ્ય મનમાં જો ધરતાં
એ ભક્ત આપના વ્હાલા થાતા,હૈ માં પાર્વતી જગ કલ્યાણી
આપની બ્રહ્મચારિણી શક્તિ છે નિરાલી,આપની કૃપાથી કુંડલિનિ શક્તિ જાગૃત થાતી,આપ છો યોગીઓની યોગમાયા,અસ્થિર મનના ભક્તો જો આપની પૂજા રે કરતાં,આપની દયાથી અનોખી સિદ્ધિ પામતાં,
આપના આશીર્વાદ જે કોઈ પામે,સફળતા એની ગુલામ બની જાતી,મુર્ખ ભક્તો બુદ્ધિમાન થાતા,સદા આપના ચરણો ની સેવા ને મમતાના હકદાર થાતા,
હૈ પાર્વતી પ્યારી માતા,આપ એક હજારો નામથી પુજાતા,
ક્યાં નામથી ગાથા ગાવું, ગાથા ગાતાં માં મારા શબ્દો ખૂટે,
હૈ બ્રહ્મચારિણી માત ભવાની તમે તો છો જ્ઞાનની મુર્તી,
માં પાર્વતીની દ્રિતીય શક્તિ આપને મારા સત સત વંદન
શૈમી ઓઝા "સત્યા"