*હુ નથી,તું જ છે*
✍🏻 *રત્ના ભગત*
ગુરુ : મુળજીરાજા
🍁🍁🍁🍁🍁🍁🍁
હુ નથી,હુ નથી,હુ નથી,તુજ છે,હુ વિના તુજને કોણ કેશે
હુ અને તું ઍ તો વાણી વિલાસ છે,પરિબ્રહ્મ હુ તું થી પાર રહેશે....
તું થકી હુ થયો,તું તને મે કહ્યો,રુપ ધારણ કર્યૂ તે જ મારુ
આદિમા તું હતો,અંતમા તું થશે,મધ્યમા સ્વરુપ તે છે જ તારુ...
હુ હદમા રહ્યો,તું હદપાર છે,હુ અને તું ઍ તો આડ હદ ની છે
હદ નુ પદ ગયુ,હતુ તેમ થૈ રહ્યુ,સદગુરુ સાન નિર્વાણ પદની...
તું કહૅ તો હુ થયો હુ કહેતા તું જ છે,મોટો કહુ જૌ આગે હૌય નાનો...
લઘુ જૌ હૌય નહિ,દિર્ઘ કોને કહૅ વાજુ નાઝ હૌય,તો રાગ શાનો?
રાગ રુપ તારુ હુ જ વાજુ સહિ,રાગ અદ્રશ્ટ અને વાજુ ( શરીર,)
દ્રષ્ટે,ગુપ્ત આગે હતા પરગટ વાજા થકી,વાજા વિના કેમ થાય નિશ્ચે?
સુર હૃદયે રહ્યો,વાજુ ભુલી ગ્યૌ,પ્રેમ મગન થયો રસ રુપ
' દાસ રતન ' કહૅ,સ્વરુપ જાણ્યા પછી,કોણ તે રંકને કોણ ભુપ?
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻