ચૂંટણીઓ જીતવા માટે જે નેતાઓ અને તેમના પાયદડીયા માઈક્રો પ્લાનિંગ કરી તમામ બૂથ કવર કરી છે. કારણ કે તેમાં નેતાઓને સ્વાર્થ છે. અત્યારે ચાલતી મહામારીમાં એ માઈક્રો પ્લાન શક્ય છે પણ કરે કોણ...? કારણ કે પ્રજાના મોત સાથે એકપણ પક્ષને કશું લેવાદેવા નથી.
હાઈપ્રોફાઈલ લોકો માટે તમામ સુવિધા પૂરી પાડવામાં આવે છે અને સામાન્ય લોકોના મૃત દેહ પણ રસ્તે રઝળતા મળે છે. સિત્તેર વર્ષના કહેવાતા સ્વરાજમાં જો દેશને કઈ મળ્યું હોઈ તો એ છે ભ્રષ્ટનેતાઓ.
છેલ્લા એક વર્ષથી કોરોના નામક વાયરસ ચાલી રહ્યો છે અને આરોગ્ય સેવન માટે ભારત પાસે અત્યારે શુ છે..? વિકસિત કહેવાતા ગુજરાતમાં પણ માત્ર ભાષણમાં જ સેવા આપવામાં આવે છે.
ગુજરાતના મુખ્યમંત્રી 9 તારીખે મોરબીની મુલાકાતે આવ્યા અને બધું કાગળ પર બરોબર છે એવું તમને પ્રતિત થયું. કોરોના લેબ 48 કલાકમાં ચાલુ કરવાનું નિવેદન પણ એમને આપ્યું જે હજુ સુધી ચાલુ થઈ નથી એવું મોરબીના સ્થાનિક સમાચાર પત્રોનું કહેવું છે.
આજે જે સરકારી વકીલની "સબ બરાબર છે.." એ દલીલ હાઇકોર્ટે ફગાવી દીધી છે. જો બધું તમારા કંટ્રોલમાં હોઈ તો સામાન્ય માણસનો રિપોર્ટ કેમ ચાર પાંચ દિવસે આવે છે. અને vip માણસ નો રિપોર્ટ 24 કલાકમાં આવી જાય છે. શુ લોકોને શોખ થાય છે કે તે ઇન્જેક્શન માટે બે બે દિવસ સુધી લાઈનમાં ઉભા રહે. અને ઇન્જેક્શન ની સંગ્રહખોરી થતી હોય તો સરકાર શુ કરી રહી છે....?
આ બધું જોતા પ્રજાએ પોતાના ભરોસે જ જીવવું પડશે. કારણ દવાખાનાના બિલ ભરાય એટલા પૈસા નથી આપણી પાસે અને સરકાર માત્ર કાગળિયા પર જ છે.
ખુદને સલામત રાખજો....
મનોજ સંતોકી માનસ