રંગોળી જીંદગી ની વીખરાઈ ગઈ;
,
ખૂબસૂરત રંગોળી બનાવી હતી જીંદગી ની,
અચાનક પગ એવો પડ્યો કે એ વીખરાઈ ગઈ.
દીપક ની જ્યોત થી અમાસ ને કરી હતી પુનમ,
એક હવા નું ઝોકું આવ્યું ને થઈ ગયું તમશ.
દુઃખ ની ડાળખી થી બનાવ્યું હતું પ્રેમ ભર્યું ઉપવન,
સુખ ની લહેરખી થી ઉઝડી ગયું ચમન .
શોધતો રહ્યો એ હ્રુદય મારૂ જે ખોવાયું હતું ,
મૂક્યું હતું જે તુજ હૃદય માં જે ગુમાવ્યું હતું.