*શબ્દ:પંખી ઉડી ગયું*
ગુજરાતી ગઝલનો એક યુગ પૂરો થઈ ગયો,
આજે ફરી ગઝલનો સોનેરી સિતારો ખરી ગયો...!
શું રદીફ,શું કાફીયા,
શું શેર,શું મત્લા,
ખલીલ ધનતેજવી
નામનો શાયર અમર થઈ ગયો..!
એને નહોતી પ્રસિધ્ધિ ધન કે તેજની ચાહત, ખુદ જન્મે જ ધનતેજવી થઈ ગયો...!
સહુનાં દિલોનો પ્યારો,
શાયર ખલીલ ધનતેજવી,
ખુદ ખુદાનો પ્યારો થઈ ગયો..!
સહજ શાયરાના અંદાજ અને
મુશાયરાનો માણસ
આજે ખુદાનો શાયર થઈ ગયો...!
વાત મારી ના સમજાતી,
તો તમે ના હોવ ગુજરાતી,
એવું મોઢામોઢ કહેનાર
શાયર આજ અલવિદા
થઈ ગયો...!
પિંજરે પૂરાયેલ પંખી ઉડે તો થાય આશ્ચર્ય,
આ તો મુકત ગગનનું અદકેરું પંખી
ઉડી ગયું ..!
ક્યાં ગયું હશે..?
પરમ તત્વને ગઝલ સંભળાવતું બ્રહમમાં
વિલિન થઈ ગયું. .!
આજે ફરી એક કવિજગતનો એક સોનેરી સિતારો ખરી ગયો..!
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*