"સદ્ધરતા"
-@nugami.
વ્યક્તિ માટે શું વધુ જરૂરી છે?
આર્થિક સ્થિતિ કે માનસિક સ્થિતિ?
ઘણાં વ્યક્તિ ને પૈસા નો મોહ હોય છે ,ઘણાં ને સોના ચાંદી નો, તો ઘણાં ને માલ મિલકતનો.
વ્યક્તિ આ બધી બાબતો ને વધુ મહત્વ આપી ને ઈશ્વરે આપેલી સુંદર ભેટ જે મન નાં નામ થી ઓળખાય છે,
એને આ જડ વસ્તુ ના ભારથી લાદી દે છે.
બધી જ વસ્તુ જરૂરી છે,પણ એની જરૂરિયાત પ્રમાણે.
અતિ ની ગતિ કરવા નો કોઈ અર્થ નથી.
પણ આ બધા થી પર છે વ્યક્તિ ની માનસિક સ્થિતિ.
જીવનમાં બધું જ પૈસાથી ખરીદી શકાય છે.
માત્ર માનસિક સ્થિતિને બાદ કરતાં.
આર્થિક રીતે ગમે એટલા સદ્ધર હોઇએ,
પણ જીવનની હર એક ક્ષણનો આનંદ માણવા માનસિક રીતે સદ્ધર હોવું ખૂબ જરૂરી છે.
-@nugami.