જે સીડી પર ચડી ને માણસ ઘર માં આવે છે . એ જ સીડી એને છોડવી પડે છે . જે કિસ્તીથી માણસ નદી ઓળંગે છે એ જ કિસ્તીને પાણી પર છોડીને એ કિનારાની જમીન પર પગ મૂકીને આગળ વધે છે .જીવનના પદાર્થપાઠો આ જ સારસંક્ષેપ , આજ નિષ્કર્ષ આપી જાય છે . જીવનમાં ઋતુઓ આવે છે , ગુજરી જાય છે , કસકો મૂકીને .બાળકો મોટા થાય છે , મમ્મીઓને પણ એક ઈશ્વર મારી શકે છે અને અંતે માણસ પોતાના જમણા પગમાં ધબકતી વેદનાને સહલાવતો જીવતો રહી શકે છે . પોતાની ભૂલ અને પોતાની વેદના એ જ જીવન ની ખાસિયત ,જીવનની અપનિયત છે , માણસને આત્મકેન્દ્ર બનાવી મૂકે એવી કેફી . એ કેફ નો ધુમાડો માત્ર ચિંતા જ મુક્ત કરી શકે છે . ફળ લાગવા માટે પહેલાં ફૂલ નું ખરવું પડે છે . ફૂલની માસુમિયતમાં જ ખોવાઈ જવું નાદાની છે . ફૂલ અંતિમ નથી , વ્યાપ્તિ નથી .ફૂલ નો ધર્મ છે ખરી પડવાનો . એ જ એનું સાર્થક્ય છે , સાતત્ય છે . ફૂલ નું મૃત્યુ એ જ ફળ નો જન્મ છે ...ફૂલ નું મૃત્યુ આનંદ ની સ્તિથી છે . ...ચંદ્રકાંત બક્ષી