વિશ્વ કવિતા દિવસ:-
સાહિત્યનો સૌથી જૂનો અને લોકપ્રિય પ્રકાર કવિતા છે. આપણાં પૂર્વજો અને ઋષિમુનિઓએ પણ આપણો ઈતિહાસ આપણને કાવ્ય સ્વરૂપે જ જણાવ્યો છે. રામાયણ, મહાભારત કે પછી કવિ કાલિદાસની રચનાઓ, નરસિંહ મહેતા, અખો, અને આવા બીજા ઘણાં બધા કવિઓ દ્વારા રચાયેલ કવિતાઓ વગેરે આપણાં દેશની ઓળખ બની ચૂકી છે.
દુનિયાભરના લોકોને સાહિત્યથી જોડવા માટે અને ભાષા તરફ અભિરૂચી વધારવા તેમજ સાહિત્યને વધુ રસપ્રદ બનાવવા તેને કવિતા સ્વરૂપે રજુ કરી કવિઓને તક આપવા માટે યુનેસ્કો દ્વારા વર્ષ 1999થી દર વર્ષે 21 માર્ચને 'વિશ્વ કવિતા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
આખા વિશ્વમાં કવિતાઓ લખાય, વંચાય, પ્રકાશિત થાય અને કેવી રીતે કવિતા લખી શકાય એનું શિક્ષણ આપવામાં આવે એ જ આજનો મુખ્ય હેતુ છે. આજનાં દિવસ માટે યુનેસ્કોએ કહ્યું છે કે, "give fresh recognition and impetus to national, regional and international poetry movements".
યુ. કે.માં 15 ઓક્ટોબરે તો કોરિયામાં 1લી નવેમ્બરે કવિતા દિવસ ઉજવાય છે. અમેરિકા અને કેનેડામાં તો આખો એપ્રિલ મહિનો કાવ્ય માસ તરીકે ઉજવાય છે.
(15 ઓક્ટોબર એ ઓગસ્ટસ સીઝરનાં સમયમાં રોમમાં થઈ ગયેલા મહાન કવિ 'વર્જીલ'ની જન્મતિથી છે.)