સવારામ બાપુ નો
✍️કુડળીયો ✍️
દાસ ભગતને દુબળું સગું લેખામા નહીં દોય આવું ન ગોઠે આંગણે તેનું કહ્યુ ન માને કોઇ,
કહ્યું ન માને કોઇ એવી દુનિયાની રીતી ભલે ખરું પીરાણુ હોય પણ વચન પર નાવે પ્રિતિ,
ચોરને કહે જા લુંટવા સૌકાર ને કહે જાગજે
દલાલુ કરે દોયનુ તેને સૌ સાથે રાગ સૌની સાથે રાગ કુશળ તેમાં નવ હોય,
એક મુખના નહીં આપ કાગ ને બગ બે દોય,
સદગુરૂ પ્રત્યે દાસ સવો કહે આ અચંબો તોહી,
દાસ ભગતી ને દુબળું સગું લેખામા નહીં દોય,
👏 સદગુરુ ચરણમાં વંદન👏