Gujarati Quote in Religious by Rekha Chitnis

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

👏🌄🌻{ *ઉત્સવ*}
મહાવદ એકાદશી:
*વિજયા એકાદશી*
☘️🍀☘️🍀☘️🍀☘️
🟩🌷⚪💛⚪🌷🟩
આજની એકાદશી ને વિજયા એકાદશી કહેવાય છે.🌍 જગત માં અન્ય ધર્માચાર્યો એ જે જે વસ્તુઓનો નિષેધ કર્યો તે સર્વ વસ્તુઓનો શ્રી મહાપ્રભુજીએ પ્રભુની સેવામાં જોડી સદુપયોગ કર્યો છે. દા. ત. કામ, ક્રોધ, લોભ,મોહ એ માનવના શત્રુઓ છે. તેનો ત્યાગ કરવાનું બધા કહે છે. જ્યારે શ્રીમહાપ્રભુજીએ તેમને પ્રભુની સેવામાં જોડવાની આજ્ઞા કરી, જેથી એ બધા પણ ભગવદીય બને. આ અમૂલ્ય આજ્ઞા ને અનુસરી કેટલાક કૃપાપાત્ર *વલ્લભીય વૈષ્ણવોએ કામ, ક્રોધ, લોભ, મદ ને પ્રભુ સેવામાં વિનિયોગ કરી, એ બધા ઉપર મહા વદ એકાદશીએ વિજય મેળવ્યો* તેથી આજની એકાદશીને વિજયા એકાદશી કહેવાય છે.
*શૃંગાર દર્શન*:💙પીરોજા રંગની🌷કમળના ફૂલના- ચિત્રકામવાળી સુંદર પિછવાઈ ધરી છે.આ ચિત્રકારીવાળી પિછવાઈ માત્ર શૃંગાર સમયે જ આવે છે.ત્યારબાદ ⬜સફેદ સાદી પિછવાઈ આવે છે અને રાજભોગ દર્શન સમયે તેના ઉપર વિવિધ રંગોથી🟣°•°⚪°•°🟡 ખેલ થાય છે.
🎻🥁🎹 કાન્હા ધર્યોરે મુકુટ ખેલે હોરી કાન્હા ધર્યો રે | *ઈતતેં આયે કુંવર કન્હાઈ ઉતતેં આઈ રાધા ગોરી*, કાન્હા ધર્યો રે. કહાં તેરો *હાર કહાં નકવેસર કહાં મોતિયનકી લર તોરી*, કાન્હા ધર્યો રે | *ગોકુલ હાર મથુરા નકવેશર વૃંદાવનમેં લર તોરી કાન્હા ધર્યો રે ||*
સંકલન:✍️ જયદીપ ગઢીઆ. મુંબઈ.
📘: *નિકુંજ નાયક શ્રીનાથજી* એકઝાંખી ગ્રંથ-૬-પુષ્ટિમાર્ગીય પુસ્તક થી વિગત અપાઈ છે.
🌹જય શ્રીકૃષ્ણ 🌹
🐄👏⛳👏🌱👏#રેખા ચિટણીસ

Gujarati Religious by Rekha Chitnis : 111673605
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now