Gujarati Quote in Motivational by Hemant pandya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કયાય ભેગું નહી થાય...
પણ દર્શન થાશે સામળાના ..અને ગમ્મત સાથે જ્ઞાન થશે
વાંચો તો ખરી......🤔🤔🤔👍🕉️💐🙏
અરે લોકો તો પેલી રીત રાખે આવે તો વેલ કમ નહીતર ભીડ કમ,
ખબર છે કોઈ પણ વ્યક્તિ આપણા કારણે દુઃખી થાય ને તો આપણે પણ દુઃખી જ રહીએ, કારણકે આત્મા તો દરેકમાં છે, અને એક આત્મા બીજાને દુઃખી દેખી દુખીજ થાય..
અરે યાર સેતાનના આત્મા ની વાત નથી કરતો માણસની અંદર રહેલા ત્રીકુટી મધ્યે બીરાજતા આપણાં પ્રાણ રુપે બીરાજ માન શુક્ષ્મ શરીરની વાત કરૂ છું, રૂપાળા દેખાવડા કે કદરુપા દેહ ની નહી..
શરીરના ત્રણ પ્રકાર છે તે તો ખબર છે ને?? કે ઈ પણ મારે કેવું પડશે??
એક પાચ તત્ત્વ જમીન આકાશ જળ અગ્ની અને વાયુનું બનેલું આપણું સુંદર દેખાવડા ચેહરા વાળું સુંદર શરીર જે રોજ એવું નથી રહેવાનું..કરમાઈ નાશ પામવાનું... સ્થુળ શરીર
બીજું સુક્ષ્મ શરીર... હું અજર અમર અવીનાશી અ જન્મો દીવ્ય આત્મા છું .મે જ આ મનુષ્ય શરીર ધારણ કર્યું છે...
અને ત્રીજું કારક શરીર જે કર્મ કરીએ તે કર્મ ના ભાથા...ભેગા આવે શુખીયા કે દુખીયા કરે..
સમજાયું...
તો આજથી કોઈ આત્માને દુખી નહી કરવાના...
ઓમ શાંતિ 🙏
ના સમજાયું ...નહી સમજાય...ઈ માટે છેને જ્ઞાન મેળવવું પડે ભાઈ..
સેલ્ફી લઈ ફોટા વીડીયો શેર કરવાથી ના ખબર પડે..
શોરી રમુજી પણ જ્ઞાનની વાતો.
મુક્તિ જોઈતી હોય તો પાંચ કર્મ ઈન્દ્રીયો ના બંધન માંથી જાતે છુટવુ પડે..
સપર્સ- ઈન્દ્રી...તવચા...
સ્વાદ ઈન્દ્રી ..જીભવા ( જીભ)
કર્ણ ઈન્દ્રી .. કાન સાંભળવું..
નાક...સુવાસ ઈન્દ્રી સુધવું
આંખ...દ્રષ્ટી ઈન્દ્રી દેખવું...
આ પાંચ ઈન્દ્રી પર કાબુ મેળવો વશમાં રાખો તો મુક્તિ...
આ પાચેયે માથી એકેયે પણ તમને કાબુમાં કર્યો તો અધોગતી...જીવતા પણ મુવા જેવો..પછીની વાત પછી..
બાકીનું જ્ઞાન સાથે ગમ્મત પછી...અમારા કાળીયા ઠાકુર ના દર્શન કરવા જવું ..આજે એકાદશીછે ભાઈ...
હા અમારા..ઈયે કેવું પડશે..
સાભળો..
૧) દ્વારકા....દ્વારકાધીશ...જય રણછોડ
૨)ડાકોર ..ઠાકોર જી...
૩)શામળાજી... સાબરકાંઠા...
અને ૪) અમારા....હા અમારા....જય ધરણીધર ...ઢીમા બનાસકાંઠા....
ના આવ્યા હોતો આવજો...લો દર્શન કરાવું
બાય..

Gujarati Motivational by Hemant pandya : 111673551
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now