એક વાર્તા બહું સમજવા જેવી,
આશ માણસ ને જીવાડી રાખે છે...
બે બાળકો ની માતા બાળકોને મૂકી બીમારી ના લીધે મરી જાય છે, નાના બાળકો ની સાચવવા પીતા બીજી પત્ની લાવે છે, પણ તે તો અપરમાજ રહે છે, તેને એક બાળક થાય છે, તેના બાળકને સાચવે પણ જુની ના બાળકો ને નહીં, કામ કરાવે વેઠ કરાવે ખાવા પણ આપે નહીં બરાબર...
એવા માં દુષ્કાળ પડે ,લોકો આખું ગામ છોડીને જાય છે, આ પતી પત્ની પણ ગામ છોડવા તૈયાર થઈ નીકળે છે, પણ નાના બાળકો ને તેની અપર માં સાથે લઈ જવાની ના પાડે છે, બાપ ખૉબ સમજાવે છે તેની પત્ની લઈ જવાની ના પાડે છે, અને બાળકોને કહે છે કે અમે બહાર ગામ જઈએ છીએ તમારા માટે મીઠાઈ લઈ ને આવીશું તમે ધરમાં રમો, એમ કહી બહારથી દરવાજો વાખી તાળું મારી બાળકોને ધરમાં પુરી જતા રહે છે..સાત આઠ વર્ષના બાળકો નવી મા તથા પીતા આવશે મીઠાઈ લાવશે તેમ કરતાં કરતાં આશ લગાવી ભુખ્યા તરસ્યાં એક વર્ષ સુધી ઓરડામાં માત્ર એક આશ ને લીધે જીવી જાય છે...
એક વર્ષ બાદ માં બાપ પાછા આવે છે ..મા ને એમ બન્ને મરી ગયા હશે....
પણ બાળકો તો એ આશ માં જીવીત હતા નવી મા આવશે મીઠાઈ લાવશે...
દરવાજો ખુલતા જ બાળકો દોડીને આવે છે નવી મા આવી મીઠાઈ લાવી....મા બાપ તો ચોકી ગયા આ કેવી રીતે સંભવ...
પણ મા કંઈ મીઠાઈ શાની લઈને આવી હોય...તેને તો એમ બલા ટળી ગઈ હશે...
મા બાપના ખાલી હાથ જોઈ..એક વર્ષ થી એક માત્ર આશના લીધે નાના બાળકો છેલ્લો શ્વાસ લે છે...
કહાની ના બે બોધ છે...
૧)માતા માતા હોય ક્યારેય સાવકી માતા પોતાની જાતને ન માનો તમને ભગવાન નાના બાળકો ને સાચવવાની જવાબદારી આપે તો સાવકી હોવા છતાં સાવકી નહીં સગી માં જેવો પ્રેમ આપો ઈશ્વરની કૃપા ઉતરશે..
૨)જો તમારી ખોટી આશના કારણે પણ જીવીત રહેતું હોય તો કોઈની આશ કે શ્રધ્ધા ના તોડો. કોઈને જીવન દાન મળતું હોય તો...ડુબતાનો શહારો તણખલું કહેવત છે ગુજરાતી માં
જય શ્રી હરી...
આભાર