પડકારો ને પગલે પછાડી
સ્વપ્ન સાથે મિલાવી આંખ
મહેકવુ ગુણધર્મ છે તારો
પુષ્પ કહે કે કહે માટી-રાખ
વહેતી સરીતા સમી તું
ન રોકી શકે તને બંધન કે પાળ
ઊજવણી નથી એક દિન ની
સર્જક બની કરતી શક્તિ સાક્ષાત્કાર
અગન ભરેલ આકાશ આંબવાની
ભલે હોય ઓજસ નો અભાવ
સ્વ નું અસ્તિત્વ સાચવી સાથે
લઈ આત્મસન્માનની પાંખ
જરૂરી નથી બને કોઈ ને કોઈ તારો સહારો
બન તું જ તારો છાંયો ને તું જ તારો પ્રકાશ
_અપેક્ષા દિયોરા
-Apeksha Diyora