કોઈના “ગુરુ”પણા ને પોષતી અતિ “લઘુ” વાત
રાજા સંતુષ્ટ હતો. દરબારીઓ પણ સંતુષ્ટ હતા. પ્રજા.......
રાજા ને આપાયેલા રિપોર્ટ માં લખ્યું હતું, “રાજ્ય માં ‘પ્રગતિ’ કુદકે ને ભૂસકે વધી રહી છે. રાજ્ય માં ‘સુવિધા’ રોકેટ ગતિ એ આગળ વધી રહી છે.”
“ગોઠવાયેલી” એક મિટિંગ માં નિર્ણય લેવાયો હતો કે હવે થી ‘મોઘવારી’ ને ‘પ્રગતિ’ નું નામ આપવું અને ‘બેરોજગારી’ ને ‘સુવિધા’.
નામકરણ ના નિષ્ણાત રાજા ખુશ. દરબારીઓ ખુશ. પ્રજા......