સવારામ બાપુ ની વાણી
✍🏽 તાલ: હીંચ માં✍🏽
જગત કહે છે કે નથી જીવવું આમાં મરે છે કોણ રે,ભુલો ભ્રમણાની ભીંત
સંત કહે છે ઇતો સુણ રે,ટેક
પાંચ તત્વ લઇ પ્રગટ્યા રે એનો ભારે ભેદ જુગતે કરીને જોઇ લ્યો રે,
વદે વાણી ને વેદ,જગત કહે,
જળ આકાશ ને પૃથ્વી રે
મરે છે વાયુ ને તેજ પુરુષ પ્રકૃતિ કે આત્મા હું તમને પુંછું છુ એજ,જગત કહે,
મરણ થકી દુનિયા ડરી રે જોવે નહીં પોતાની જાત
સસલે સિંહ ને ડરાવ્યો રે આતો અચરજની વાત,જગત કહે,
મન મરે તો સર્વે મરે રે
મટે મરણ ની ફાળ રે
જો અલખ પુરુષનાં આશરે તેથી કંપે કાળ રે જગત કહે,
પારખ થઇને પરખજો રે બીજા સર્વેનો છે નાશ મહાપ્રલે મરશે નહીં ઇતો પુરુષ છે આધ રે,જગત કહે,
જુગતી કરી તમે જોઈ લ્યો અર્ધ માં રે છે ઇતંત રે
છે ત્રિવેણી ના તીરમા જેને સેવે મોટા સંત રે,જગત કહે,
સ્વામી ફુલગરજી ગુરુ હમારા રે,તેની સમજે કોઇ શાન દાસ સવો કહે દુતિયા મટે ઉગે ભાણ રૂપી જ્ઞાન રે,જગત કહે
🙏🙏🧎🏻🧎🏻🙏🙏