સમય ની સાથે લોકો બદલાતા જાય છે
તો ક્યારેક બદલાતા લોકો સમય બદલતા જાય છે.
પાંજરા માં બેઠેલા પક્ષીની જેમ
મનુષ્ય પણ એકલા થતાં જાય છે
ઘણા સબંધો જે લાગણી વડે બંધાયેલા હોય છે
તે જાણે દોરી ની જેમ તૂટતા જાય છે
વર્ષોના વર્ષો વીતી જાય છે
પણ કેટલાક સબંધો જીવંત રહી જાય છે.
હસતા લોકો પણ ક્યારેક રડી જાય છે,
તો ક્યારેક રડતા લોકો હસવાનો ઢોંગ કરી જાય છે.
કેટલાક સબંધો બનતા પહેલા તૂટી જાય છે,
તો કેટલાક તૂટેલા સબંધો ફરી જોડાય જાય છે.
સબંધો વાસણ માફક થતા જાય છે,
પ્રેમાળ સ્પર્શ ન મળતા એ પણ ખખડતા થઈ જાય છે
એક અભણ માણસ સાચું બોલી જાય છે,
તો ક્યારેક ભણેલો માણસ ખોટું બોલતો જાય છે.