સૂર્યની ગઝલ.... દિનેશ પરમાર ' નજર '
*****************************
પાંખ પર ઉચકી જનાજો જાય છે
સાંજ રડતી જો મરસિયા ગાય છે
શૂન્યતા ઉચકી ઉભુ પરવશ ગગન
રાત ઓઢી સાંજ વિધવા થાય છે
સાંજ એથી ગઈ ઢળી આઘાતમાં
તારલાના પોતને પથરાય છે
પ્રેમ કેવો છે? સનાતન જો ' નજર '
પુનર જન્મે સાંજ, ઉષા થાય છે
*****************************
(૨૧ - ૦૯ - ૧૯૮૨)