મળી જાય જો મિત્ર બધાને દરિયા જેવા,
નદીને સાચવવા પાળ બાળની જરૂર નથી.
મળી જાય જો સંપ બધાને વાદળ જેવા,
ભાઈઓ વચ્ચે દીવાલ બિવાલની જરૂર નથી.
મળી જાય જો પરિવાર બધાને મદારી જેવા,
સાપને સાંભળવા કાન બાનની જરૂર નથી.
મળી જાય જો ભેરુ બધાને હવા જેવા,
ફુગ્ગાને ઉડવા પાંખ બાંખની જરૂર નથી.
મળી જાય જો ઘાવ બધાને એકાંત જેવા,
ગઝલ લખવા પુસ્તક બુસ્તકની જરૂર નથી .
© વિરાજ કવૈયા
( કલમના કિનારે )