ખુદને બોલાવી લઉં, ચાલ પાછુ મનને મનાવી લઉં. કેટલાના કર્યા કામ,કેટલાંયે આપ્યા શ્રાપ, ચાલ એની ગણતરી કરી લઉં. કેટલા પથ્થરને મારી ઠોકર,કેટલાંય ઝાડનાં તોડ્યા પાન, ચાલ એને એકવાર તપાસી લઉં. કેટલી રાતોને રડાવી દીધી, કેટલી વાતોને ફગાવી દીધી, ચાલ એનો સરવાળો કરી લઉં.
કેટલા ઓળખીતાને કર્યા ‘અંજાન’,કેટલા ને ના આપ્યા માન, લાવ તેને આજે ગોઠવી લઉં. ખુદને બોલાવી લઉં, ચાલ પાછું મનને મનાવી લઉં...
-Ashok Thakor_Anjan