ગંગાસતી ની વાણી...૩૮
🥬🥬🥬🥬🥬🥬🥬
રમીએ તો રંગમાં રમીએ પાનબાઈ ! મેલી દઈએ આ લોકની મરજાદ
હરીના દેશમાં ત્રિગુણ નવ મળે,ન હોય ત્યાં વાદ ને વિવાદ
રમીએ...
ભાઈ રે !
કર્તાપણું કોરે મુકશો પાનબાઈ ! ત્યારે આવશે પ્રપંચનો અંત રે,
નવધા ભગતિ માં નિર્મળા રહેવું,એમ કહે છે વેદ ને સંત
રમીએ....
ભાઈ રે !
સાંગોપાંગ એક રસ સરખો પાનબાઈ ! બદલાય ન બીજો રંગ
સાચાની સંગે કાયમ રમવું પાનબાઈ ! કરવી ભક્તિ અભંગ રે
રમીએ....
ભાઈ રે !
ત્રિગુણ રહિત મરને કરે નિત ક્રિયા,લાગશે નહિ કરતાનો ડાઘ રે
ગંગાસતી એમ બોલિયાં,તેને નડે નહિ કરમ નો ભાગ
રમીએ...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻