આજે મળેલો એક મેસેજ જે થોડા ફેરફારો સાથે રજુ કરું છું:-
સુગંધને કૈંક વાંકુ પડયું વન સાથે ને
સુગંધ ભાગી ગઈ પવન સાથે....
ડાળ પર ખીલેલાં..
ફૂલે કહ્યુઁ..
પ્લીઝ..
આજે મને ચુંટતા નહી..
પતંગિયાએ આજે મને મળવાનું ..
પ્રોમીસ કર્યુ છે...
ખીલ્યા છે ફૂલો અને મહેકી છે વનરાજી,
લઈને ઊભી છે કુદરત લૂંટાવાને એનું સૌંદર્ય,
આવી છે વસંત અને મહેકી છે દરેક કળી.
ફરે છે ભમરો લેવાને મહેક ફૂલોની,
રાહ જુએ છે પતંગિયું જાય ભમરો ને
નિભાવું વચન જે આપ્યું છે ફૂલોને.
બન્યા છે ઘેલા પ્રેમીઓ, થયા છે આતુર
એકબીજાને મળવાને.
આવી છે વસંત લઈને સંદેશો,
છે દુનિયા ખૂબ જ સુંદર,
મળ્યું છે આ અમુલ્ય જીવન,
ન પતાવો એને નફરત સાથે,
ફેલાવો સંદેશો પ્રેમનો.
બેફામ થયો છે February લુટાવાને મહોબ્બત,
નથી ખબર પાગલ ને હિસાબ તો બધો March રાખે છે!!