Jignesh Shah લિખિત વાર્તા "દીકરી" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19906229/daughter
દીકરી ના જીવનમાં ઘણાબધા પાસા અસરકર્તા હોય છે, કે જે વાણી સ્વાતંત્ર્ય, નિડર નિર્ણય, પોતાના માટે ની ઈચ્છા, આકાંક્ષા, અને શોખ ને ફળીભુત કરવા ને સક્ષમતા માં કેટલાય પરિબળો અસર કર્તા હોય છે. તેમાનો એક વિષય ડર હોઈ શકે છે.
આ સંશોધન નો વિષય છે, પણ સીફતતા પુર્વક જીવનમાં એટલુ નજીક વણાઈ ગયુ છે કે આપણે તેમા ડોકીયું કરવા ની તસ્દી નથી લેતા અને સમાજ નારીશક્તિ ની વાતો કરી છાતી ફુલાવતો ફરતો હોય છે.
આપણે દીકરી જોડે જે વર્તન કરીશું તેનાથી દીકરીનું ઘડતર થશે અને પછી સાસરે તેમજ વર્તશે. તેમા આપણે જો દીકરીની ઈચ્છા આકાંક્ષા નું દમન કરીએ તો સાસરે પણ તેની એજ હાલત થશે તેનું સાંભળવા માં નહી આવે અને તે સ્વીકારી પણ લેશે અને પછી એક આણા માં આપેલી વસ્તુ ની જેમ તેની આકાંક્ષા ઈચ્છા મનોદશા અકબંઘ પુરૂ જીવન પડી રહેશે.
મારી નવલીકા માં આ વિષય ઉપર પ્રકાશ પાડવાની કોશીષ કરી છે.
' દીકરી' વહાલ નો દરિયો કહેવા પુરતું કે હકીકત છે. વાચકમિત્રો જરૂર થી મારી વાર્તા " દીકરી" વાચશો અને પ્રત્યુતર આપશો.