" મીઠી છરી ઝેરથી ભરી "
મીઠી છરી ઝેરથી ભરી એટલે ધાર કાઢેલી એક એવી છરી કે જેના લીધા તમે ફળ ,શાકભાજી કે કોઈ વસ્તુને સરળતાથી કાપી શકાતી હોય છે. જયારે એજ છરી ધાર વગરની હોય તો કોઈ પણ વસ્તુ કાપવામાં મુશ્કેલી પડતી હોય છે.
તેવી જ રીતે માણસનું પણ આવું જ કંઈક હોય છે. માણસના ખોટા વખાણએ મીઠી છરી જેવા હોય છે. જે ધીરે ધીરે માણસનું પતન કરી નાખે છે. જયારે પણ કોઈ વ્યક્તિ ખોટા માર્ગે જતો હોય છે, ત્યારે તેની આજુ બાજુ વાળા વ્યક્તિઓ તેને રોકવાને બદલે તેમની પ્રશંસા કરી એ વ્યક્તિને પતન તરફ આગળ ધકેલતા હોય છે. ઘણી વાર કોઈ વ્યક્તિ તેમને રોકવાનો પ્રયત્ન કરે તો એ વ્યક્તિ સામે વાળાને પસઁદ આવતો નથી. અને ખોટી પ્રશંસા કરનાર વ્યક્તિ તેને સારો લાગતો હોય છે. આ બાબત વધારે પડતી મિત્રતામાં જોવા મળતી હોય છે. સામે વાળી વ્યક્તિના ખોટા વખાણ કરી વ્યક્તિને વ્યસન અથવા ખોટા માર્ગે ચડવામાં આવે છે.
દરેક વખતે તમારી પ્રશંસા તમારા માટે સારી નથી હોતી. ક્યારેક એ પ્રશંસા પાછળ આપણું પતન પણ થવાની શક્યતા રહેતી હોય છે. કોઈ પણ કાર્યમાં તમે આગળ વધતા હોય ત્યારે, તમારા કામના વખાણ કરવાથી તમારે તે કામ તમારે ભવિષ્ય્માં સારું રહેશે એવો વહેમ મગજમાંથી કાઢી લેવો જોઈએ. એ માર્ગની આપણે જાતે ઉંડાણપૂર્વક તપાસ કરી ધીરે ધીરે આગળ વધવું જોઈએ.
બીજાની પ્રશંસા પ્રમાણે તમે આગળ વધતા હોય તો ટૂંક સમયમાં એ વ્યક્તિના નિયંત્રણમાં આવવાની પણ શક્યતા વધી જતી હોય છે. એટલે જ કહેવાયુ છે કે મીઠી છરી ઝેરથી ભરી.
© વિરાજ કવૈયા
( કલમના કિનારે.)