ગંગાસતી ની વાણી...૪૨
🥬🥬🥬🥬🥬🥬🥬
મન મરીયું તેને કહીએ રે,મરને વરતે વહેવાર માંય રે
ભીતર જાગ્યા તેને ભ્રાન્તિ ભાંગી ને,તેને નહિ નડે માયાની છાંય રે
મન....
ભાઈ રે !
આદર્યો અભ્યાસ ને મટી ગઈ કલ્પના,આનંદ ઉપજયો અપાર રે
વ્રતમાન બદલે પાનબાઈ ! તેનું રે,જેનો લાગ્યો વચનુમા તાર રે
મન.....
ભાઈ રે !
આસન ત્રાટક ખટમાસ સિદ્ધ કર્યું ને,વરતી થઈ ગઈ સમાન રે
ગુરુને શિષ્યની થઈ ગઈ એકતા ને,મટી ગયું જાતિનું માન રે
મન....
ભાઈ રે !
પદાર્થની અભાવના થઈ ગઈ તેહને રે,વાસના ની મટી ગઈ તાણાવાણ રે,
ગંગાસતી એમ બોલિયાં રે,જેને થઈ ગઈ સદગુરૂની ઓળખાણ રે
મન....
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻