પરોઢીયે ઘડિયાળ પણ સંગીતબદ્ધ સૂરમાં ચાલતી હોય છે.
પરોઢીયે તુમરા આને રાત ની એકાંત સૂર પણ સંભળાય છે.
પરોઢીયે પક્ષીઓના મીઠાં કલરવથી હૈયું પણ હરખાય છે.
પરોઢીયે મંદિરના રણકતા ઘંટનાદ ને નૉબત સંભળાય છે.
આ જગતમાં સૂર્ય પધારે ત્યારે મનુષ્ય નીંદર થી જાગે છે.
કોઈ રટે રામનું નું નામ, કોઈ રટે દિવસ ભરના કરવા કામ.
શાંતીની સવારમાં બપોર કરે બળવાખોર,ને ઢળી જાય સાંજ.
દિવસ આખું જતું રહ્યું ને પાછી પડી ગઈ છે એકાંતની રાત.
નર કહે મળેલી એક એક પળનું તું અંતરથી આનંદ માણ.
જીવન મલ્યું અમુલ્ય અમુલખ ન કર ખોટી તું કોઈ તાણ.
નર